VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ગાર્ડન સુપરવાઈઝરના પદ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.
VMC Recruitment 2024 । Vadodara Municipal Corporation Recruitment 2024
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | ગાર્ડન સુપરવાઈઝર |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન તારીખ | 10 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://vmc.gov.in/ |
મહત્વની તારીખો:
વડોદરા મહાનગરપાલિકાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 09 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 10 સપ્ટેમ્બર 2024 ના રોજથી થઈ ચુકી છે તેમજ આવેદન કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 છે.
પદોના નામ:
વડોદરા મહાનગરપાલિકાની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા ગાર્ડન સુપરવાઈઝરના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પગારધોરણ:
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓમાં સફળ થયા બાદ જયારે તમે આ ભરતીમાં પસંદગી પામશો તો વિભાગ દ્વારા તમને પ્રથમ ત્રણ વર્ષ માટે વાર્ષિક રૂપિયા 40,800 ચુકવવામાં આવશે ત્યારબાદ આ પગાર વધારીને રૂપિયા 29,200 થી 92,300 કરી દેવામાં આવશે.
વયમર્યાદા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ જયારે વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.
ખાલી જગ્યા:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ પર કુલ 05 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
પસંદગી પ્રક્રિયા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી એલિમિનેશન ટેસ્ટ, સ્પર્ધાત્મક કસોટી તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ તમામ કસોટીની જાણ તમને તમારા દ્વારા ફોર્મ ભરતી વખતે અપાયેલ ઈમેઈલ તથા મોબાઈલ નંબર પર કરવામાં આવશે.
અરજી ફી:
વી.એમ.સીની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે. તથા SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/PwBD/સ્ત્રી ઉમેદવારો/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોએ આવેદન શુલ્ક પેટે રૂપિયા 200 ભરવાના રહેશે. આ અરજી ફીની રકમ સંસ્થા દ્વારા ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત બી.એસ.સી તથા એમ.એસ.સી માંગવામાં આવી છે આ સાથે અન્ય લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.
અરજી પ્રક્રિયા:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સૌપ્રથમ વી.એમ.સીની સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમને “રિક્રુટમેન્ટ”નો વિકલ્પ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને રજીસ્ટ્રેશન કરવાનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, જાતિ, સરનામું વગેરે ભરી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો. હવે માંગવામાં આવેલ અન્ય વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમજ કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરો. અંતમાં અરજી સબમીટ કરો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. ભવિષ્યમાં પરીક્ષા સમયે તેમજ ઇન્ટરવ્યૂ સમયે જરૂર પડે તે માટે અરજી ફોર્મની એક પ્રિન્ટ કાઢી લો.
હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:
- ગુજરાતની 10 પાસ, 12 પાસ, સ્નાતક મહિલાઓ માટે એલઆઈસી તથા અન્ય કંપનીઓ દ્વારા ભરતી મેળો જાહેર
- ટાટા મોટર્સની ગુજરાતમાં વિવિધ પદો પર 300+ ખાલી જગ્યાઓ માટે કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- ભારતીય રેલવેમાં ક્લાર્ક સહીત વિવિધ કુલ 11,558 + ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
આધિકારિક વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
GJ Job Alert પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.
V. M. C jobs