Canara Bank Recruitment 2024: કેનેરા બેંકમાં એપ્રેન્ટિસની 3000+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, વેતન રૂપિયા 15,000

Canara Bank Recruitment 2024: કેનેરા બેંકમાં એપ્રેન્ટિસની 3000+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

Canara Bank Recruitment 2024 । કેનેરા બેંક ભરતી 2024

સંસ્થાકેનેરા બેંક
પોસ્ટએપ્રેન્ટિસ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન તારીખ21 સપ્ટેમ્બર થી 04 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://canarabank.com/

મહત્વની તારીખો:

કેનેરા બેંકની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 18 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 21 સપ્ટેમ્બર 2024 ના રોજથી થઈ ચુકી છે તેમજ આવેદન કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2024 છે.

પદોના નામ:

કેનેરા બેંકની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, સંસ્થા દ્વારા એપ્રેન્ટિસના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પગારધોરણ:

કેનેરા બેંકની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 15,000 સ્ટાઈપેન્ડ તરીકે ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

બેંકની આ ભરતીમાં ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ જયારે વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

ખાલી જગ્યા:

બેન્કિંગ સેક્ટરની આ ભરતીમાં એપ્રેન્ટિસની કુલ 3000 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ભરતી સંખ્યામાં વધઘટ પણ થઇ શકે છે.

પસંદગી પ્રક્રિયા:

બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ ટેસ્ટની જાણ તમને તમારા દ્વારા ફોર્મ ભરતી વખતે અપાયેલ ઈમેઈલ તથા મોબાઈલ નંબર પર કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવી છે આ સાથે અન્ય લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સૌપ્રથમ કેનેરા બેંકની સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમને “રિક્રુટમેન્ટ”નો વિકલ્પ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને રજીસ્ટ્રેશન કરવાનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, જાતિ, સરનામું વગેરે ભરી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો. હવે માંગવામાં આવેલ અન્ય વિગતો ભરો. અંતમાં અરજી સબમીટ કરો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment