Ikhedut Portal Gujarat 2024: ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે 30+ યોજનાઓ ઉપલબ્ધ છે, જાણો આઈ ખેડૂત પોર્ટલની સંપૂર્ણ માહિતી

Ikhedut Portal Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે અલગ અલગ લાભ આપવા માટે શરૂ કરવામાં આવેલ છે. સરકારે ખેતી, પશુપાલન, બાગ બગીચા, મત્સ્ય પાલન, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓની માહિતી આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યના ખેડૂતો આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ લઇ શકે છે.

Ikhedut Portal Gujarat 2024 । આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત 2024

પોર્ટલનું નામ આઈ ખેડૂત પોર્ટલ
રાજ્ય ગુજરાત
માધ્યમ ઓનલાઇન
હેતુ ખેડૂતોને લાભ આપવા માટે
આધિકારિક વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત પોર્ટલ શું છે?

ગુજરાત રાજ્યના ખેડૂતો જે યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ કોઈપણ યોજનાની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન કરી શકે છે તથા તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની અત્યારે શું સ્થિતિ છે તેની પણ માહિતી મેળવી શકે છે. આ પોર્ટલની ખાસ વાત એ છે કે આ પોર્ટલ ઉપર અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી. આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી રાજ્યના ખેડૂતો બીજા અન્ય લાભો પણ મેળવી શકે છે જેમાં ઘણીબધી વસ્તુઓનો સમાવેશ થાય છે જે જીવનમાં ખેતી કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. મિત્રો આજે અમે તમને આ આર્ટિકલ ના માધ્યમથી આઇ ખેડૂત પોર્ટલ પર યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકાય છે તેની માહિતી આપીશું.

આઈ ખેડૂત પોર્ટલનો ઉદ્દેશ્ય:

આઇ ખેડૂત પોર્ટલ નો મુખ્ય ઉદેશ્ય ગુજરાતના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. આ પોર્ટલના માધ્યમથી ખેડૂતો કોઈપણ યોજના માટે અરજી કરી શકે છે તથા અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે. કોઈપણ યોજના નો લાભ લેવા માટે ખેડૂતોએ અલગ અલગ સરકારી કાર્યાલયનું ચક્કર કાપવાનું રહેતું નથી તેઓ આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી કોઈપણ યોજના નું રજીસ્ટ્રેશન પોતે જ કરી શકે છે. આ પોર્ટલના માધ્યમથી ખેડૂતોનો સમય અને પૈસાની પણ બચત થાય છે તથા પ્રક્રિયામાં પારદર્શિતા પણ આવે છે.

આઈ ખેડૂત પોર્ટલના લાભો:

  • યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અલગ અલગ સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડતા નથી.
  • ખેડૂત ઘર બેઠા સરકારી યોજનાનો લાભ લઇ શકે છે તથા તેની માહિતી મેળવી શકે છે.
  • જે ખેડૂતોએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી કર્યું તેઓ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.
  • આ પોર્ટલ ઉપર ગુજરાતના તમામ કેટેગરીના ખેડૂતો માટે યોજનાઓ ઉપલબ્ધ છે અને ગુજરાતના તમામ ખેડૂતો યોજનાઓનો લાભ લઇ શકે છે.
  • આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોના વિકાસ તથા કલ્યાણ માટે વિવિધ સેવાઓ તથા માહિતી પણ આપવામાં આવે છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટેની લાયકાત:

  • ખેડૂત ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • ખેડૂત નો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનો આધાર કાર્ડ હોવો જોઈએ.
  • ખેડૂત પાસે કોઈપણ બેંકમાં પોતાનું ખાતું ખોલાવેલું હોવું જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની ખેતી સંબંધી દસ્તાવેજો તેમજ જાતિનો દાખલો હોવો જોઈએ.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ:

  • આધારકાર્ડ, પાનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
  • ખેતીની નકલ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • બેંકની પાસબુક

આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

  • આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે ખેડૂત મિત્રએ સૌથી પહેલા આઇ ખેડૂત પોર્ટલની આધિકારીક વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે.
  • તેના માટે ગુગલ પર “આઇ ખેડૂત પોર્ટલ ગુજરાત” લખી સર્ચ કરવું. હવે તમારી સામે પહેલી લીંક આવી જશે એના ઉપર ક્લિક કરવું એટલે આઇ ખેડુત પોર્ટલ ખુલી જશે.
  • હવે તમારી સામે વિવિધ યોજનાઓનું લિસ્ટ આવી જશે તેમાંથી તમે જે યોજના માટે અરજી કરવા માંગો છો તેનો વિકલ્પ પસંદ કરો.
  • હવે “અરજી કરવા માટે અહીં ક્લિક કરો”નો વિકલ્પ પસંદ કરો એટલે તમારી સામે નવું પેજ ખુલી જશે. હવે તમને પૂછવામાં આવશે કે તમે પહેલાથી રજીસ્ટ્રેશન કર્યું છે હા અથવા ના, જો તમે પહેલાથી રજિસ્ટ્રેશન નથી કર્યું તો “ના” નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમારી સામે ફરીથી નવું પેજ ખુલી જશે જેમાં તમારી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો. ત્યારબાદ આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો.
  • હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો અને સબમિટ બટન પર ક્લિક કરી દો આ રીતે તમારું ફોર્મ જમા થઈ જશે.

આઇ ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન ની સ્થિતિ કઈ રીતે જાણવી?

  • આઇ ખેડૂત પોર્ટલ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • અહીં હોમપેજ પર તમારી સામે “એપ્લિકેશન સ્ટેટસ” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલી જશે આ ફોર્મમાં તમે જ્યારે અરજી કરી હશે એનો નંબર તથા મોબાઈલ નંબર તેમજ કેપ્ચા કોડ ભરો તથા “વ્યુ એપ્લિકેશન સ્ટેટસ”ના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે તમે કરેલ અરજીની સ્થિતિ આવી જશે.

નિષ્કર્ષ:

આજના આ લેખમાં અમે તમને આઇ ખેડૂત પોર્ટલ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી છે. આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ખૂબ જ પસંદ આવી હશે. આર્ટીકલ વાંચ્યા બાદ તમને આઇ ખેડૂત પોર્ટલ શું છે, પોર્ટલના ઉદ્દેશ્ય શું છે, પોર્ટલ પર અરજી કરવા માટે કયા દસ્તાવેજો ની જરૂર પડે છે, અરજી કઈ રીતે કરવાની છે, અરજીની સ્થિતિ કઈ રીતે ચકાસવાની છે જેવી સંપૂર્ણ માહિતી જાણવા મળી છે. જો હજુ પણ તમે આઇ ખેડુત પોટલ સંબંધિત કોઈ માહિતી જાણવા માંગો છો અથવા અમારાથી કોઈ માહિતી છૂટી ગઈ છે તો તમારો અભિપ્રાય અમને નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે ટૂંક જ સમયમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ આપી શકીએ.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

પોર્ટલ પર જવા માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment