PM Poshan Yojana Gujarat Recruitment: પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

PM Poshan Yojana Gujarat Recruitment: પીએમ પોષણ યોજના દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

PM Poshan Yojana Gujarat Recruitment । પીએમ પોષણ યોજના ગુજરાત ભરતી

સંસ્થાપ્રધાનમંત્રી પોષણ યોજના
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન તારીખ05 થી 19 સપ્ટેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.sabarkantha.gujarat.gov.in

મહત્વની તારીખો:

પીએમ પોષણ યોજના ગુજરાતની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 05 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર 2024 છે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈની પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેને તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

પદોના નામ:

પ્રધાનમંત્રી પોષણ યોજના ગુજરાતના ભરતી જાહેરતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમડીએમ સુપરવાઇઝરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અરજી ફી:

પીએમ પોષણ યોજના ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તેઓ વિનામૂલ્ય અરજી કરી શકે છે.

પગારધોરણ:

કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા આપણા મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે આ ભરતીમાં સિલેક્શન થયા બાદ પગાર ધોરણ કેટલુ મળવા પાત્ર રહેશે તો અમે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર તેમજ તાલુકા એમડીએમ સુપરવાઇઝરના પદો પર વિભાગ દ્વારા માસિક રૂપિયા 15000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. કરાર પૂર્ણ થયા બાદ જ્યારે નવો કરાર રીન્યુ કરવામાં આવશે ત્યારે વિભાગ દ્વારા કર્મચારીના બેઝિક પેના 5% લેખે પગારમાં વધારો કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બંને પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તરીકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. કેન્ડિડેટનું સિલેક્શન 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન તેમજ ઇન્ટરવ્યૂની તારીખ ની જાણ ઉમેદવારોને લેખિત તેમજ ઈમેલ દ્વારા કરવામાં આવશે જેથી ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે પોતાની ઇ-મેલ આઇડી તેમજ મોબાઈલ નંબર સાચો લખવો. આ જગ્યા ઉપર પસંદગી પામેલ ઉમેદવારોનું મેરીટ લીસ્ટ જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.

ખાલી જગ્યા:

ખાલી જગ્યાની વાત કરીએ તો જિલ્લા પીએમ પોષણ યોજનાની આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ની 01 તથા તાલુકા એમડીએમ સુપરવાઇઝર ની 07 આમ ટોટલ 08 ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી રૂબરૂ અથવા સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી તેમજ સ્પીડ પોસ્ટ ના માધ્યમથી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી, એમડીએમ શાખા, કલેક્ટર કચેરી, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા ખાતે 19 સપ્ટેમ્બર 2024 પહેલાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે ત્યારબાદ મળેલ અરજીઓ રદ કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ ભરતીની તમામ પ્રકારની માહિતી, નોટિફિકેશન તેમજ અરજી કરવાનો નમુનો www.sabarkantha.gujarat.gov.in ખાતેથી મેળવી શકે છે. તમે સંસ્થાના સરનામેથી પણ રૂબરૂ જઈ અરજીનો નમુનો મેળવી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment