APMC Gujarat Recruitment 2024: ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાત દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.
APMC Gujarat Recruitment 2024 । ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાત ભરતી 2024
સંસ્થા | ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન તારીખ | 03 થી 17 સપ્ટેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://wadhwan.apmc.org.in/ |
મહત્વની તારીખો:
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 03 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 છે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈની પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારો નોંધ લેવી.
પદોના નામ:
ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, સંસ્થા દ્વારા ઇન્સ્પેક્ટર તેમજ ક્લાર્કના પદ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અરજી ફી:
ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તમામ ઉમેદવારો વિનામૂલ્ય અરજી જમા કરી શકશે.
પગારધોરણ:
ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઇન્સ્પેક્ટરના પદ પર 4,200 ના ગ્રેડ પે સાથે રૂપિયા 9,300 થી 34,800 સુધી તેમજ ક્લાર્કના પદ પર 1,900 ના ગ્રેડ પે સાથે રૂપિયા 19,900 પગાર ધોરણ પેટે ચૂકવવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
એપીએમસી ગુજરાતની ભરતીમાં ઇન્સ્પેક્ટરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી થી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જરૂરી છે જ્યારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. આ સાથે અન્ય લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.
વયમર્યાદા:
એપીએમસી ગુજરાતની આ વેકેન્સીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઇન્સ્પેક્ટરના પદ પર ઓછામાં ઓછી મર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર મર્યાદા 40 વર્ષ તેમજ ક્લાર્ક ના પદ પર ઓછામાં ઓછી ઉમર મર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સહકારી વિભાગની આ ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને મર્યાદામાં કોઈ છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં.
પસંદગી પ્રક્રિયા:
એપીએમસી ગુજરાતની આ ભરતીમાં ઉમેરવાની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે સંસ્થા ઈચ્છે તો લાયક ઉમેદવારની પસંદગી કરવા માટે સ્કીલ ટેસ્ટ કે અન્ય કોઈ પ્રક્રિયાનો પણ સમાવેશ કરી શકે છે.
અરજી પ્રક્રિયા:
આ ભરતીમાં તમે અરજી ભારતીય ડાક વિભાગ કે કુરિયરના માધ્યમથી છેલ્લી તારીખ પહેલા પહોંચાડી શકો છો. અરજી ફોર્મ નો નમુનો તમે એપીએમસી ની સત્તાવાર વેબસાઈટ www.ethosindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. આ અરજી ફોર્મના નમુનામાં તમારી વિગતો ભરી તથા સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી સંસ્થાના સરનામે મોકલવાનું રહેશે. અરજી કરવા માટે સંસ્થાનું સરનામું – ઈથોસ એચ આર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 101- 102 ઓરનેટ આર્કેડ, ઓપોઝિટ ઓડા ગાર્ડન, નિયર સીમંધર જૈન ટેમ્પલ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત – 380054 છે.
હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:
- પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર 221+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
આધિકારિક વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
GJ Job Alert પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.