PM Surya Ghar Yojana Gujarat: આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજના એટલે કે મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશના એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં તમને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા લોકોના ઘરો પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીઓને રૂપિયા 78,000 સુધીની સબસીડી પણ આપવામાં આવશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચજો કારણ કે આ આર્ટીકલમાં તમને પીએમ સૂર્યઘર યોજનાની સંપૂર્ણ માહિતી જાણવા મળી જશે.
PM Surya Ghar Yojana Gujarat । પીએમ સૂર્યઘર યોજના ગુજરાત
યોજનાનું નામ | પીએમ સૂર્યઘર યોજના |
શરૂઆત વર્ષ | 2024 |
શરૂઆત કરનાર | પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી |
હેતુ | દેશમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનો |
સત્તાવર વેબસાઈટ | https://www.pmsuryaghar.gov.in/ |
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે?
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના દેશના એક કરોડ જેટલા પરિવારોને મફત વીજળી આપવા માટે કેન્દ્ર સરકારની રૂફટોપ સોલર સ્કીમ છે. આ યોજના અંતર્ગત 300 યુનિટ થી ઓછી વીજળી વપરાશ કરતા ઘરોની ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે. સોલર પેનલ લગાવવા માટે સરકાર સબસીડી પણ આપે છે. આ સબસીડી ની રકમ લગભગ કુલ ખર્ચના 60 ટકા જેટલી થાય છે. ત્યારબાદ નો ખર્ચ લાભાર્થીએ પોતે ઉઠાવવાનો રહેશે. પીએમ સૂર્યઘર યોજનાની અધિકારીક વેબસાઈટ પર સબસીડીની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. અધિકારીક વેબસાઈટ મુજબ, તમને પ્રતિ કિલો વોટ રૂપિયા 30,000 ની સબસીડી આપવામાં આવશે અને જો તમે 3 કિલો વોલ્ટ થી વધુ ની સોલર પેનલ લગાવો છો તો તમને રૂપિયા 78000 સુધી સબસીડી મળવા પાત્ર રહેશે.
પીએમ સૂર્ય ઘર યોજનાના લાભો:
- આ યોજના હેઠળ ભારતના દરેક ઘર સુધી વીજળી પહોંચાડવામાં સરળતા રહેશે તેમજ ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવામાં મદદરૂપ બનશે.
- આ યોજના થકી વધારે પડતો વીજળી બિલોનો ભાર ઓછો કરી શકાશે તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ ખૂબ ફાયદો થશે.
પીએમ સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસીડી મળવાપાત્ર રહેશે?
આ યોજનામાં અરજી કરનાર દરેકના મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે જો આપણે આ યોજનામાં અરજી કરીએ તો આપણને કેટલા વપરાશ પર કેટલા રૂપિયા સુધીની સબસીડી મળી શકે છે તો અમે તમને જણાવી દઈએ કે આ સબસીડી વપરાશ મુજબ અલગ અલગ છે. જો તમે ઝીરો થી 150 યુનિટ સુધીની વીજળીનો વપરાશ કરો છો અને 1 થી 2 કિલો વોલ્ટ ની સોલર પેનલ લગાવો છો તો તમને રૂપિયા રૂપિયા 30,000 થી 60 હજાર સુધીની સબસીડી મળશે. જો તમે 150 થી 300 યુનિટ સુધીની વીજળીનો વપરાશ કરો છો અને 2 થી 3 કિલો વોલ્ટ ની સોલર પેનલ લગાવો છો તો તમને રૂપિયા 60 હજાર થી 78,000 સુધીની સબસીડી મળશે. તેમજ જો તમે 300 યુનિટથી વધુ વીજળીના વપરાશ કરો છો અને 3 કિલો વોલ્ટની સોલર પેનલ સિસ્ટમ લગાવો છો તો સરકાર દ્વારા તમને રૂપિયા 78,000 સુધીની સબસીડી આપશે.
પીએમ સૂર્ય ઘર યોજના માટેની લાયકાત શું છે?
જો તમે પણ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે નીચે મુજબ લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ ભારતનો રહેવાસી હોવો જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અથવા તેનાથી વધુ હોવી જરૂરી છે.
- ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે. અરજી કરનારની વાર્ષિક આવક રૂપિયા 1 કે 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
- જો અરજી કરનાર વ્યક્તિ સરકારી કર્મચારી છે તો તેઓને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં.
- અરજી કરનાર વ્યક્તિ પાસે પોતાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
પીએમ સૂર્ય ઘર યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાનકાર્ડ (ત્રણમાંથી કોઈ પણ એક)
- લાઈટ બિલ
- આવકનો દાખલો
- જાતિ નો દાખલો
- રાશન કાર્ડ
- બેંક પાસબુક
- રહેઠાણ નો પુરાવો
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
- આ યોજનામાં અરજી કરવા માટે તમારે સૌથી પહેલા પીએમ સૂર્યઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in/ વિઝીટ કરવાની રહેશે. હવે આપેલ બટન પર ક્લિક કરી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા તમારું રાજ્ય પસંદ કરો, પછી તમારે વીજળી વિતરણ કંપની પસંદ કરવાની રહેશે. પછી તમારે તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરવો પડશે. આ પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની વિગત ભરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન પછી લોગિન ઓપ્શન પર ક્લિક કરો. આ માટે, આઈડી, પાસવર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તેમજ આપેલ કેપ્ચાની મદદથી લોગિન કરો .
- ફોર્મ મુજબ રૂફટોપ સોલર માટે અરજી કરો. એકવાર તમે સંભવિતતાની મંજૂરી મેળવી લો , પછી તમારા ડિસ્કોમ સાથે નોંધાયેલા વિક્રેતા દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે .
ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો . પછી તમારે નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. - પછી ડિસ્કોમ દ્વારા નેટ મીટરની સ્થાપના અને નિરીક્ષણ પછી , પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
- એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવી લેશો , પછી કેન્સલ ચેક પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો સબમિટ કરવાની રહેશે . પછી 30 દિવસોમાં સબસિડી તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.
હાલ ગુજરાતમાં ચાલતી આ ભરતીઓ તથા યોજનાઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:
- ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે 30+ યોજનાઓ ઉપલબ્ધ છે, જાણો આઈ ખેડૂત પોર્ટલની સંપૂર્ણ માહિતી
- પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર 221+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
પોર્ટલ પર જવા માટે | અહીં ક્લિક કરો |
GJ Job Alert પર જવા માટે | અહીં ક્લિક કરો |