GSACS Recruitment 2024: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 21,000 સુધી

GSACS Recruitment 2024: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

GSACS Recruitment 2024 | Gujarat State AIDS Control Society Recruitment 2024

સંસ્થાગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન તારીખ20 સપ્ટેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.gsacsonline.org/

મહત્વની તારીખો:

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 12 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ સબમિટ કરવાના રહેશે નહિ જે લોકો આ ભરતીમાં રોજગાર મેળવવા ઇચ્છુક છે તેમને ઇન્ટરવ્યૂ તારીખે સ્વખર્ચે સંસ્થાના સરનામે જવાનું રહેશે,

પદોના નામ:

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની આ ભરતી જાહેરતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા પ્રોજેક્ટ મેનેજર, ડિસ્ટ્રીક્ટ રિસોર્સ પર્સન, એકાઉન્ટન્ટ તથા કાઉન્સેલરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અરજી ફી:

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તેઓ વિનામૂલ્ય અરજી કરી શકે છે.

પગારધોરણ:

કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા આપણા મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે આ ભરતીમાં સિલેક્શન થયા બાદ પગાર ધોરણ કેટલુ મળવા પાત્ર રહેશે તો અમે તમને આ ભરતીમાં મળવાપાત્ર પગાર નીચે આપેલ ટેબલમાં જણાવ્યો છે.

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોજેક્ટ મેનેજરરૂપિયા 21,000 + TA
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ પર્સનરૂપિયા 21,000 + TA
એકાઉન્ટન્ટ રૂપિયા 16,000
કાઉન્સેલરરૂપિયા 16,000 + TA

શેક્ષણિક લાયકાત:

ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સંસ્થાની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. કેન્ડિડેટનું સિલેક્શન 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ ની જાણ ઉમેદવારોને લેખિત તેમજ ઈમેલ દ્વારા કરવામાં આવશે જેથી ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે પોતાની ઇ-મેલ આઇડી તેમજ મોબાઈલ નંબર સાચો લખવો.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સંસ્થાની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 20 સપ્ટેમ્બર 2024 છે તેમજ ઇન્ટરવ્યૂનો સમય સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી છે. જયારે ઇન્ટરવ્યનું સ્થળ – 17, શાહીબાગ સોસાયટી, મોહન સિનેમા ચાર રસ્તા, ફોરમ સ્કૂલની બાજુમાં, અસારવા, અમદાવાદ છે.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment