Vahli Dikri Yojana Gujarat: તમે મધ્ય પ્રદેશ સરકારની લાડલી લક્ષ્મી યોજનાનું નામ તો જરૂર સાંભળ્યું હશે જેમાં દીકરીઓને રૂપિયા 1,43,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ટચ પર ગુજરાત સરકારે પણ રાજ્યની દીકરીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે રૂપિયા 1,10,000 ની સહાય આપવામા આવે છે જેને ગુજરાતમાં વ્હાલી દીકરી યોજનાના નામથી ઓળખવામાં આવે છે.
આ યોજનામાં લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓ અલગ અલગ હપ્તાઓમાં યોજનાનો લાભ આપવામાં આવે છે. જો તમે પણ ગુજરાત સરકારની આ યોજના વિશે માહિતી મેળવવા માંગો છો તો અમે તમને જણાવી દઈએ કે તમે ખૂબ જ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ લેખમાં તમને ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
Vahli Dikri Yojana Gujarat । વ્હાલી દીકરી યોજના ગુજરાત
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
શરૂઆત વર્ષ | 2019 |
રાજ્ય | ગુજરાત |
શરૂઆત કરનાર | ગુજરાત સરકાર |
હેતુ | દીકરીઓને શિક્ષણ તથા સશક્તિકરણને વધારવા માટે |
સત્તાવર વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
વ્હાલી દીકરી યોજના શું છે?
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની દીકરીઓને શિક્ષણ તથા સશક્તિકરણને વધારવા માટે આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી ગુજરાતની તમામ લાયકાત ધરાવતી દીકરીઓને શિક્ષણ તથા લગ્ન માટે રૂપિયા 1,10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય અલગ અલગ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો દીકરી ધોરણ-1 માં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 4,000ની સહાય આપવામાં આવે છે. અને છેલ્લો હપ્તો જ્યારે દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અથવા લગ્ન કરે ત્યારે આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનાના લાભો તથા વિશેષતાઓ:
- આ યોજનામાં પ્રત્યેક લાયકાત ધરાવતી બાળકીઓને રૂપિયા 1,10,000 ની સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે.
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકીઓના શિક્ષણમાં વધારો કરવાનો, સ્કૂલ છોડી દેતી બાળકીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો તથા દીકરીઓના લગ્નમાં થતો ખર્ચના આર્થિક બોજને ઓછો કરવાનો છે.
- આ યોજનામાં પ્રથમ આપતો રૂપિયા 4,000 નો આપવામાં આવે છે જે બાળકીના ધોરણ-1 ના પ્રવેશ સમયે આપવામાં આવે છે.
- બીજો હતો રૂપિયા 6,000 નો આપવામાં આવે છે જે બાળકીના ધોરણ-9 માં પ્રવેશ સમયેં આપવામાં આવે છે.
- ત્રીજો અને અંતિમ હપ્તો રૂપિયા 1,00,000 નો આપવામાં આવે છે જે બાળકીના ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન સમયે આપવામાં આવે છે.
- લગ્ન સમયે ત્રીજો હપ્તો ત્યારે જ આપમાં આવે છે જ્યારે બાળકીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
- આ યોજનાનો તમામ લાભ પરિવારની મુખ્ય સ્ત્રીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો:
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- બાળકી અથવા તેના માતા પિતાના આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિ નો દાખલો
- રહેઠાણનો પુરાવો
- બાળકીનો જન્મનું પ્રમાણપત્ર
- બેંક ખાતુ
- બાળકી તેમજ તેના પરિવારના સભ્યોનો પાસપોર્ટ સાઇઝ ફોટો
વ્હાલી દીકરી યોજનાની લાયકાત:
- અરજી કરનાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
- એક પરિવારની વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.
- બાળકીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખની વધુ ન હોવી જોઈએ.
- અરજી કરનારનું બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લીંક હોવું જરૂરી છે.
- અરજી કરનાર બાળકીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલ હોવો જોઈએ.
વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી?
યોજના ની આટલી માહિતી મેળવ્યા બાદ તમારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો હશે કે આ યોજનામાં અરજી કઈ રીતે કરી તો તમારા આ પ્રશ્નનો જવાબ તથા અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા તમે નીચે મુજબ જોઈ શકો છો.
- વહાલી દિકરી યોજના નો લાભ લેવા માટે તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે જે તમે તમારા નજીકના ગ્રામ પંચાયત અથવા આંગણવાડી કેન્દ્ર ઉપરથી મેળવી શકો છો.
- હવે આ ફોર્મ માં માંગવામાં આવેલ તમામ માહિતી સારી રીતે ભરી દો તથા તેની સાથે માંગવામાં આવેલ તમામ દસ્તાવેજોની નકલો જોડી દો.
- હવે આ ફોર્મ ને તમે જ્યાંથી મેળવ્યું હતું ત્યાં ફરીથી જમા કરાવી દો.
- આ ફોર્મ જમા કરાવ્યા બાદ સરકારી કર્મચારીઓ દ્વારા તમામ માહિતીની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જો તમે લાયકાત ધરાવો છો તો તમારા ફોર્મમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવામાં આવશે.
- તમારૂ ફોર્મ ઉપરના વિભાગમાં મોકલી આપવામાં આવશે ત્યારબાદ યોજનાનો લાભ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.
હાલ ગુજરાતમાં ચાલતી આ ભરતીઓ તથા યોજનાઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:
- પીએમ સૂર્યઘર યોજનામાં સરકાર 300 યુનિટ વીજળી ફ્રી માં આપી રહી છે, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી
- ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે 30+ યોજનાઓ ઉપલબ્ધ છે, જાણો આઈ ખેડૂત પોર્ટલની સંપૂર્ણ માહિતી
- પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
નિષ્કર્ષ:
આજના આ લેખમાં અમે તમને વ્હાલી દીકરી યોજના વિશે વિગતવાર માહિતી આપી છે. આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ખૂબ જ પસંદ આવી હશે. આ આર્ટીકલ તમને વ્હાલી દિકરી યોજના શું છે, યોજનાનો ઉદેશ્ય શું છે, યોજના માટે લાયકાત શું છે, યોજના માટે જરૂરી દસ્તાવેજ શું છે, યોજના માટે અરજી કઈ રીતે કરવાની હોય છે જેવી તમામ માહિતી જાણવા મળી હશે. જો હજુ પણ તમે વ્હાલી દીકરી યોજના સબંધી કોઈ માહિતી જાણવા માંગો છો અથવા અમારાથી કોઈ માહિતી છૂટી ગઈ છે તો તમારો અભિપ્રાય અમને નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જેથી અમે ટૂંક જ સમયમાં તમારા તમામ પ્રશ્નો ના જવાબ આપી શકીએ.
અરજી કરવા માટે જરૂરી લિંક:
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
GJ Job Alert પર જવા માટે | અહીં ક્લિક કરો |
Good service for dikri
Good service is Vahali Dikri Yojana