DD News Ahmedabad Recruitment 2024: દૂરદર્શન સમાચાર અમદાવાદમાં સમાચાર રીડર સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

DD News Ahmedabad Recruitment 2024: દૂરદર્શન સમાચાર અમદાવાદ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

DD News Ahmedabad Recruitment 2024 । દૂરદર્શન સમાચાર અમદાવાદ ભરતી 2024

સંસ્થાદૂરદર્શન સમાચાર
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન તારીખ09 સપ્ટેમ્બર થી 08 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://ddnewsgujarati.com/

મહત્વની તારીખો:

દૂરદર્શન સમાચાર અમદાવાદની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 09 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર એટલે કે 08 ઓક્ટોબર 2024 છે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈની પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારો નોંધ લેવી.

પદોના નામ:

દૂરદર્શન સમાચાર અમદાવાદની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, સંસ્થા દ્વારા ન્યુઝ રીડર, રિસોર્સ પરસન કમ અસાઇમેન્ટ કો-ઓર્ડીનેટર, વિડિઓ એડિટર, આસિસ્ટન્ટ વેબસાઈટ એડિટર, વેબસાઈટ આસિસ્ટન્ટ, કોપી એડિટર કમ પેકેજીંગ આસિસ્ટન્ટ તથા સી.જી ઓપરેટરના પદ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અરજી ફી:

દૂરદર્શન સમાચાર અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તમામ ઉમેદવારો વિનામૂલ્ય અરજી જમા કરી શકશે.

પગારધોરણ:

દૂરદર્શન સમાચાર અમદાવાદની આ ભરતીમાં કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ઇન્ટરવ્યૂ કે સિલેક્શન સમયે આપવામાં આવી શકે છે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જેમાં ધોરણ-12 પાસ, ડિપ્લોમા, સ્નાતક, ડિગ્રી જેવી લાયકાત માંગેલ છે. આ સાથે અન્ય લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.

વયમર્યાદા:

ડીડી ન્યુઝ ગુજરાતની આ વેકેન્સીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ન્યુઝ રીડર તથા રિસોર્સ પરસનના પદ પર ઓછામાં ઓછી મર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે આ સિવાય તમામ પદો પર ઉમર મર્યાદા 21 થી 50 વર્ષ માંગવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

ડીડી ન્યુઝ ગુજરાતની આ ભરતીમાં ઉમેરવાની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે સંસ્થા ઈચ્છે તો લાયક ઉમેદવારની પસંદગી કરવા માટે સ્કીલ ટેસ્ટ કે અન્ય કોઈ પ્રક્રિયાનો પણ સમાવેશ કરી શકે છે. ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટની તારીખની જાણકારી તમને ઈમેઈલ તેમજ ફોનના માધ્યમથી કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

ડીડી ન્યુઝ ગુજરાતની આ ભરતીમાં ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેના માટે તેઓએ ગૂગલ પર www.ddnewsgujarati.com ની મુલાકાત લેવાની રહેશે. અહીં તમને ઓપોર્ચ્યુનિટીઝ નો વિભાગ જોવા મળે છે એના ઉપર ક્લિક કરો એટલે તમારી સામે ભરતી જાહેરાત ડાઉનલોડ કરવાનો વિકલ્પ આવી જશે એના ઉપર ક્લિક કરો. હવે તમારી સામે નવું પેજ ખુલશે એમાં તમને અરજી કરવાની લીંક મળી જશે. આ લીંક પર ક્લિક કરી તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment