GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચજો.

GSRTC Recruitment 2024 | Gujarat State Road Transport Corporation Recruitment 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન તારીખ21 સપ્ટેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://gsrtc.in/

મહત્વની તારીખો:

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 07 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરી દેવી.

પદોના નામ:

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ ભરતીના જાહેરનામામાં આપવામાં આવેલ માહિતી અનુસાર, સંસ્થા દ્વારા ડીઝલ મેકેનિક, મોટર મેકેનિક, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રીક), ઈલેક્ટ્રિશિયન, ફીટર, કોપા તથા ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરના એપ્રેન્ટીસ પદો ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભલે આ એક એપ્રેન્ટીસ ભરતી છે પરંતુ આ એપ્રેન્ટીસ સર્ટિફિકેટ ની વેલ્યુ ખૂબ જ વધુ છે. જે લોકો પાસે નોકરી નથી તેવા તમામ ઉમેદવારોએ આ ભરતીમાં અવશ્ય અરજી કરવી જોઈએ કારણ કે આનાથી તેઓને કામની આવડત શીખવા મળશે તથા સર્ટિફિકેટના માધ્યમથી ભવિષ્યમાં નોકરી મેળવવાના ચાન્સ પણ ખૂબ જ વધી જશે.

વયમર્યાદા:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતી જાહેરાતમાં ઉંમર મર્યાદા વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી 2020 પછી પાસ આઉટ થયેલ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ વેકેન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી તમામ ઉમેદવારો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનની ભરતી સંબંધિત જાહેરાતમાં ઉલ્લેખિત માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જેમાં ધોરણ 10 પાસ, આઈ.ટી.આઈ, ડિગ્રી વગેરેનો સમાવેશ થાય છે. શૈક્ષણિક તથા અન્ય લાયકાત સંબંધી માહિતી ઉમેદવારો જાહેરાતમાં જોઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા:

જીએસઆરટીસીની આ વેકેન્સીમાં ઉમેદવા ની પસંદગી તેમના દ્વારા અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના આધારે તથા તેમની આવડતના આધારે કરવામાં આવશે જે માટે વિભાગ દ્વારા મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો તેમના દ્વારા સ્કીલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવી શકે છે.

પગારધોરણ:

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટીસ એક્ટ અનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

જીએસઆરટીસીની આ ભરતીમાં અરજી જમા કરાવવા માટે ઉમેદવારોએ તારીખ 09 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ, વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – 336004 ખાતેથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરી તથા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પુરાવો જોડી છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 સુધી સંસ્થાના સરનામે અરજી ફોર્મ રૂબરૂ તથા પોસ્ટના માધ્યમથી પહોંચાડવાનું રહેશે. જે ઉમેદવારોના આઈ.ટી.આઈ ના પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવારોએ બોનોફાઇડ સર્ટિફિકેટ સાથે અરજી કરવાની રહેશે જેની અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

આ ભરતીઓ વિશે પણ અવશ્ય માહિતી મેળવો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment