GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચજો.
GSSSB Recruitment 2024 | Gujarat Subordinate Service Selection Board Recruitment 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન તારીખ | 01 થી 15 સપ્ટેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 01 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 છે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા પોતાના નજીકના જનસેવા કેન્દ્ર પર જઈ અથવા પોતે ફોર્મ સત્તાવાર વેબસાઈટ પર જઈ ભરી દેવાનું રહેશે.
પદોના નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી જાહેરનામા આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી અટેન્ડટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એક્ઝામિનર, સિનિયર એક્સપર્ટ, જુનિયર એક્સપર્ટ, સર્ચર તથા પોલીસ ફોટોગ્રાફરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પગારધોરણ:
અરજી કરતા દરેક ઉમેદવારના મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે આ ભરતીમાં નોકરી મેળવ્યા બાદ તેઓને કેટલો પગાર મળવાપાત્ર રહેશે તો અમે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમામ તબક્કાઓને સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તથા ફાઇનલ પસંદગી મેળવ્યા બાદ તમને મહિનાના અંતે રૂપિયા 26,000 થી લઈ 49,600 સુધી પગાર ચૂકવવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત સબ ઓર્ડીનેટ સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ વેકેન્સીમાં ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવી છે જે પોસ્ટ અનુસાર 33 વર્ષ, 35 વર્ષ, 37 વર્ષ તથા 38 વર્ષ સુધી છે. આ ભરતીમાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં સરકારશ્રીના નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઉંમર મર્યાદાનો લાભ લેવા માટે તેઓએ ઉંમર મર્યાદાને લગતો પુરાવો રજૂ કરવાનો રહેશે.
શેક્ષણિક લાયકાત:
જીએસએસએસબીની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટની અલગ અલગ માંગવામાં આવી છે જેમાં 12 પાસ, સ્નાતક, બેચલર ડિગ્રી તથા માસ્ટર ડિગ્રીનો સમાવેશ થાય છે. શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતને લગતી તમામ માહિતી વિગતવાર તમે જાહેરાતમાં જોઈ શકો છો.
ખાલી જગ્યા:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ વેકેન્સીમાં લેબોરેટરી ટેક્નિશિયનની 73, લેબોરેટરી આસિસ્ટન્ટની 39, સાયન્ટિફિક આસિસ્ટન્ટની 47, આસિસ્ટન્ટ એક્ઝામિનરની 16, સિનિયર એક્સપર્ટની 05, જુનિયર એક્સપર્ટની 02, સર્ચરની 34, પોલીસ ફોટોગ્રાફરની 05 આમ ટોટલ 221 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
અરજી ફી:
ગુજરાત સબ ઓર્ડીનેટ સ્ટાફ સિલેક્શન કમિશન ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે વિભાગ દ્વારા તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી અલગ અલગ રાખવામાં આવી છે, નોટિફિકેશન મુજબ આ ભરતીમાં અરજી સબમિટ કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 500, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, એક્સ સર્વિસમેન, વિકલાંગ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અરજીફીની રકમ ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા:
જીએસએસબીની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન તથા તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. તમામ પરીક્ષાની માહિતી ઉમેદવારોને ઇ-મેલ તથા તમારા દ્વારા આપવામાં આવેલ સંપર્ક નંબર પર જણાવવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. અહીં તમને ભરતી એટલે કે નોટિફિકેશન વિભાગ જોવા મળી જશે તેના ઉપર ક્લિક કરો. હવે તમારી સામે નોટિફિકેશનની લીંક તથા અરજી કરવાની લીંક મળી જશે એની ઉપર ક્લિક કરો. જો તમે જાહેરાત નો અભ્યાસ કરવા માંગો છો તો જાહેરાતની લીંક ઉપર ક્લિક કરો અને જો તમે અરજી કરવા માંગો છો તો એપ્લાયના બટન પર ક્લિક કરો. હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરો ત્યારબાદ તમામ વિગતો ફરીથી એકવાર ચકાસી લો. જો તમામ વિગતો સાચી હોય તો અરજી ફાઈનલ સબમીટ કરો અને ભવિષ્યમાં જરૂર પડે તે માટે અરજીની એક પ્રિન્ટ કાઢી લો. આ રીતે તમારું અરજી ફોર્મ સરળતાથી ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
આધિકારિક વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
GJ Job Alert પર જવા માટે | અહીં ક્લિક કરો |