ITBP Recruitment 2024: ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસમાં ડ્રાઈવરના પદ માટે કુલ 545+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

ITBP Recruitment 2024: ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસમાં ડ્રાઈવરના પદ માટે કુલ 545+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

ITBP Recruitment 2024 | Indo-Tibetan Border Police Recruitment 2024

સંસ્થાઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ
પોસ્ટડ્રાઈવર
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન તારીખ08 ઓક્ટોબર થી 06 નવેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.itbpolice.nic.in/

મહત્વની તારીખો:

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 16 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 08 ઓક્ટોબર 2024 ના રોજથી થશે તેમજ આવેદન કરવાની છેલ્લી તારીખ 06 નવેમ્બર 2024 છે.

પદોના નામ:

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા ડ્રાઈવરના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પગારધોરણ:

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયામાં સફળ થયા બાદ જયારે તમે આ ભરતીમાં પસંદગી પામશો તો વિભાગ દ્વારા તમને સરકારના 7માં પગારપંચ અનુસાર રૂપિયા 21,700 થી લઇ 69,100 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

ભારત-તિબેટ સીમા પોલીસની આ ભરતીમાં ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ જયારે વધુમાં વધુ 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

ખાલી જગ્યા:

ભારત-તિબેટ સીમા પોલીસ દ્વારા ડ્રાઈવરની પોસ્ટ પર કુલ 545 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમારી કેટેગરી અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ભારત-તિબેટ સીમા પોલીસની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, કૌશલ્ય કસોટી/ડ્રાઇવિંગ ટેસ્ટ, તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ તમામ કસોટીની જાણ તમને તમારા દ્વારા ફોર્મ ભરતી વખતે અપાયેલ ઈમેઈલ તથા મોબાઈલ નંબર પર કરવામાં આવશે.

અરજી ફી:

આઇટીબીપીની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓબીસી તથા ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. તથા SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/PwBD/સ્ત્રી ઉમેદવારો/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહિ. આ અરજી ફીની રકમ સંસ્થા દ્વારા ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આઇટીબીપીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ10 પાસ માંગવામાં આવી છે આ સાથે અન્ય લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.

અરજી પ્રક્રિયા:

આઇટીબીપીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સૌપ્રથમ આઇટીબીપીની સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમને “રિક્રુટમેન્ટ”નો વિકલ્પ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને રજીસ્ટ્રેશન કરવાનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, જાતિ, સરનામું વગેરે ભરી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો. હવે માંગવામાં આવેલ અન્ય વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમજ કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરો. અંતમાં અરજી સબમીટ કરો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. ભવિષ્યમાં પરીક્ષા સમયે તેમજ ઇન્ટરવ્યૂ સમયે જરૂર પડે તે માટે અરજી ફોર્મની એક પ્રિન્ટ કાઢી લો.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment