Mahila Rojgar Bharti Mela Gujarat: ગુજરાતની 10 પાસ, 12 પાસ, સ્નાતક મહિલાઓ માટે એલઆઈસી તથા અન્ય કંપનીઓ દ્વારા ભરતી મેળો જાહેર

Mahila Rojgar Bharti Mela Gujarat: એલઆઈસી તથા અન્ય કંપનીઓ દ્વારા ગુજરાતમાં ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે. જે મહિલાઓ નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચજો.

Mahila Rojgar Bharti Mela Gujarat । મહિલા રોજગાર ભરતી મેળો ગુજરાત

સંસ્થાએલઆઈસી તથા અન્ય
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન તારીખખુબજ નજીક
આધિકારિક વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home

મહત્વની તારીખો:

જિલ્લા રોજગાર વિનિમય કચેરીની આ ભરતી મેળા જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી મુજબ, આ ભરતીમેળા ની નોટિફિકેશન 14 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ સબમિટ કરવાના રહેશે નહિ જે લોકો આ ભરતીમાં રોજગાર મેળવવા ઇચ્છુક છે તેમને ઇન્ટરવ્યૂ તારીખે સ્વખર્ચે ભરતીમેળાના સરનામે જવાનું રહેશે.

કંપનીના નામ:

આ ભરતીમાં ખુબજ પ્રસિદ્ધ કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઇસી, મુદ્રા એન્જીનીયર્સ, ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડ્રીમ વિહિકલ પ્રાઇવેટ લિમિટેડ, સવા હેલ્થ કેર લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

પદોના નામ:

આ ભરતીમેળાના જાહેરનામામાં આપવામાં આવેલ માહિતી અનુસાર, કંપનીઓ દ્વારા લેડી કરિયર એજન્ટ, એકાઉન્ટ કમ એડમીન, કોમ્પ્યુટર રાઇસેસ મશીન ઓપરેટર, કંપની એપ્રેન્ટિસ, ટેલીકોલર, પેકર તથા એપ્રેન્ટિસના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતી સંબંધિત જાહેરાતમાં ઉલ્લેખિત માહિતી મુજબ, આ ભરતીમેળામાં અરજી કરવા માટે તમે નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
લેડી કરિયર એજન્ટધોરણ-10 પાસ
એકાઉન્ટ કમ એડમીનબી.કોમ/એમ.કોમ
કોમ્પ્યુટર રાઇસેસ મશીન ઓપરેટરધોરણ-12 પાસ અથવા આઈટીઆઈ અથવા સ્નાતક + કોમ્પ્યુટરની આવડત
કંપની એપ્રેન્ટિસધોરણ-10 પાસ અથવા ધોરણ-12 પાસ અથવા સ્નાતક
ટેલીકોલરસ્નાતક
પેકરધોરણ-12 પાસ
એપ્રેન્ટિસ બી.બી.એ અથવા એમ.બી.એ અથવા બી.ફાર્મ

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામવયમર્યાદા
લેડી કરિયર એજન્ટ18 વર્ષથી વધુ
એકાઉન્ટ કમ એડમીન18 વર્ષથી વધુ
કોમ્પ્યુટર રાઇસેસ મશીન ઓપરેટર18 વર્ષથી વધુ
કંપની એપ્રેન્ટિસ18 વર્ષથી 24 વર્ષ સુધી
ટેલીકોલર18 વર્ષથી 35 વર્ષ સુધી
પેકર18 વર્ષથી 35 વર્ષ સુધી
એપ્રેન્ટિસ 18 વર્ષથી 35 વર્ષ સુધી

અરજી ફી:

વિવિધ કંપનીની આ વેકેન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી તમામ ઉમેદવારો રૂબરૂ ભરતીમેળાના સ્થળે જઈ બિલકુલ મફતમાં અરજી કરી શકે છે.

પગારધોરણ:

અનુબંધમ પોર્ટલ ગુજરાત દ્વારા આયોજિત આ ભરતીમેળામાં પસંદગી પામ્યા તમને કેટલું વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમ નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામવેતન
લેડી કરિયર એજન્ટરૂપિયા 7,000 + કમિશન
એકાઉન્ટ કમ એડમીનકંપનીના નિયમ અનુસાર
કોમ્પ્યુટર રાઇસેસ મશીન ઓપરેટરકંપનીના નિયમ અનુસાર
કંપની એપ્રેન્ટિસરૂપિયા 14,142 થી 16,722 સુધી
ટેલીકોલરકંપનીના નિયમ અનુસાર વેતન + કમિશન
પેકરકંપનીના નિયમ અનુસાર
એપ્રેન્ટિસ કંપનીના નિયમ અનુસાર

પસંદગી પ્રક્રિયા:

મહિલા રોજગાર ભરતીમેળામાં લાયકાત ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. કંપનીઓ ઈચ્છે તો ભરતી મેળાના સ્થળે સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરી શકે છે. ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા કંપનીઓ પાસે રહેશે.

અરજી પ્રક્રિયા:

આ જોબ ફેરમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ભરતીમેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. આ ભરતીમેળાની તારીખ 20 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 10:30 કલાકે છે તેમજ ભરતીમેળાનું સરનામું – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આર એન્ડ બી કમ્પાઉન્ડ, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર ખાતે છે. તમને જણાવી દઈએ કે આ ભરતીમેળો ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

2 thoughts on “Mahila Rojgar Bharti Mela Gujarat: ગુજરાતની 10 પાસ, 12 પાસ, સ્નાતક મહિલાઓ માટે એલઆઈસી તથા અન્ય કંપનીઓ દ્વારા ભરતી મેળો જાહેર”

Leave a Comment