Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં ક્લાર્ક સહીત વિવિધ કુલ 11,558 + ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

Railway Recruitment 2024: ભારતીય રેલવે દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો.

Railway Recruitment 2024 । ભારતીય રેલવે ભરતી 2024

સંસ્થાભારતીય રેલવે વિભાગ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન તારીખ14 સપ્ટેમ્બર થી 20 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttp://rrbapply.gov.in/

મહત્વની તારીખો:

ભારતીય રેલવેની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 07 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 14 સપ્ટેમ્બર 2024 થી જયારે અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 21 સપ્ટેમ્બર 2024 થી થશે જયારે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 13 ઓક્ટોબર 2024 અને અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 20 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈની પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારો નોંધ લેવી.

પદોના નામ:

ભારતીય રેલવે વિભાગની ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા ગૂડ્સ ટ્રેન મેનેજર, ચીફ કૉમર્શિઅલ કમ ટિકિટ સુપરવાઈઝર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટ, સ્ટેશન માસ્ટર, સિનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, ટ્રેન ક્લાર્કના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખાલી જગ્યા:

ભારતીય રેલવેના આધિકારિક જાહેરનામામાં મળેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા કયા પદ પર કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
ગૂડ્સ ટ્રેન મેનેજર3144
ચીફ કૉમર્શિઅલ કમ ટિકિટ સુપરવાઈઝર1736
જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટ1507
સ્ટેશન માસ્ટર994
સિનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ732
કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્ક2022
જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ990
એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટ361
ટ્રેન ક્લાર્ક72
કુલ ખાલી જગ્યા 11558

પગારધોરણ:

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર મળશે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામપગારધોરણ
ગૂડ્સ ટ્રેન મેનેજરરૂપિયા 29,200
ચીફ કૉમર્શિઅલ કમ ટિકિટ સુપરવાઈઝરરૂપિયા 35,400
જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટરૂપિયા 29,200
સ્ટેશન માસ્ટરરૂપિયા 35,400
સિનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 29,200
કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્કરૂપિયા 21,700
જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,900
એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,900
ટ્રેન ક્લાર્કરૂપિયા 19,900

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જેમાં ધોરણ-12 પાસ, ડિપ્લોમા, સ્નાતક, ડિગ્રી જેવી લાયકાતનો સમાવેશ છે. આ સાથે લાયકાતોનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં સ્નાતક પોસ્ટ માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ જયારે વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે તેમજ 12 પાસ ઉમેદવારો માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ જયારે વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ભરતીમાં ઉમેરવાની પસંદગી બે પ્રકારની કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતે તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. તમામ પરીક્ષાની તારીખની જાણકારી તમને ઈમેઈલ તેમજ ફોનના માધ્યમથી કરવામાં આવશે.

અરજી ફી:

ભારતીય રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે. સીબીટી બાદ રૂપિયા 400 રિફન્ડ કરી દેવામાં આવશે. SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/PwBD/સ્ત્રી ઉમેદવારો/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગોને અરજી ફી માંથી રાહત આપવામાં આવી છે.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમને “રિક્રુટમેન્ટ”નો વિકલ્પ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને રજીસ્ટ્રેશન કરવાનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, જાતિ, સરનામું વગેરે ભરી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો. હવે માંગવામાં આવેલ અન્ય વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમજ કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરો. અંતમાં અરજી સબમીટ કરો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. ભવિષ્યમાં પરીક્ષા સમયે તેમજ ઇન્ટરવ્યૂ સમયે જરૂર પડે તે માટે અરજી ફોર્મની એક પ્રિન્ટ કાઢી લો.

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

1 thought on “Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં ક્લાર્ક સહીત વિવિધ કુલ 11,558 + ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર”

Leave a Comment