Tata Motors Recruitment Gujarat: ટાટા મોટર્સની ગુજરાતમાં વિવિધ પદો પર 300+ ખાલી જગ્યાઓ માટે કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Tata Motors Recruitment Gujarat: ટાટા મોટર્સ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટીકલમાં જાણવા મળી જશે તો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચજો.

Tata Motors Recruitment Gujarat । ટાટા મોટર્સ ભરતી ગુજરાત

સંસ્થાટાટા મોટર્સ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન તારીખખુબજ નજીક
આધિકારિક વેબસાઈટhttps://www.tatamotors.com/

મહત્વની તારીખો:

ટાટા મોટર્સ ની આ ભરતી જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી મુજબ, આ ભરતીની નોટિફિકેશન 14 સપ્ટેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ સબમિટ કરવાના રહેશે નહિ જે લોકો આ ભરતીમાં રોજગાર મેળવવા ઇચ્છુક છે તેમને ઇન્ટરવ્યૂ તારીખે સ્વખર્ચે સંસ્થાના સરનામે જવાનું રહેશે.

પદોના નામ:

ટાટા મોટર્સની આ ભરતીના જાહેરનામામાં આપવામાં આવેલ માહિતી અનુસાર, કંપની દ્વારા મોટર મેકેનિક વિહિકલ, ફીટર, ટર્નર, મશીન ઈન્ટસ્ટ્રુમેન્ટ મેકેનિક, ઈલેક્ટ્રીશિયન, ટેક્નિશિયન મેકાટ્રોનિક, મેન્ટેનન્સ મેકેનિક, આઈસીટીએસએમના એપ્રેન્ટીસ પદો ઉપર તથા ધોરણ-12 પાસ (આર્ટસ, કોમર્સ અથવા સાયન્સ કોઈપણ) માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભલે આ એક એપ્રેન્ટીસ ભરતી છે પરંતુ આ એપ્રેન્ટીસ સર્ટિફિકેટ ની વેલ્યુ ખૂબ જ વધુ છે. જે લોકો પાસે નોકરી નથી તેવા તમામ ઉમેદવારોએ આ ભરતીમાં અવશ્ય અરજી કરવી જોઈએ કારણ કે આનાથી તેઓને કામની આવડત શીખવા મળશે તથા સર્ટિફિકેટના માધ્યમથી ભવિષ્યમાં નોકરી મેળવવાના ચાન્સ પણ ખૂબ જ વધી જશે.

ખાલી જગ્યા:

ટાટા મોટર્સ દ્વારા ગુજરાતમાં અલગ અલગ પદો માટે કુલ 300 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે બિનઅનુભવી તથા અનુભવી તમામ લોકો અરજી કરી શકે છે.

અરજી ફી:

ટાટા કંપનીની આ વેકેન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી તમામ ઉમેદવારો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે.

પગારધોરણ:

આ ભરતીમાં તમામ તબક્કામાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ તેમજ ફાઇનલ સિલેક્શન થયા બાદ ઉમેદવારને ટાટા મોટર્સ કંપની દ્વારા માસિક રૂપિયા 14,520 પગારધોરણ ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમને મેડિકલ સેવાઓ, યુનિફોર્મ, બુટ, આવા જવાની સુવિધા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતી સંબંધિત જાહેરાતમાં ઉલ્લેખિત માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત 2 વર્ષનો આઈટીઆઈનો કોઈપણ ટ્રેડ અથવા ધોરણ-12 પાસ (આર્ટસ, કોમર્સ અથવા સાયન્સ કોઈપણ) જરૂરી છે. વધુ શૈક્ષણિક તથા અન્ય લાયકાત સંબંધી માહિતી ઉમેદવારો જાહેરાતમાં જોઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા:

આ વેકેન્સીમાં ઉમેદવારની પસંદગી નીચે આપવામાં આવેલ ચાર તબક્કાઓના આધારે કરવામાં આવશે.

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફીલિંગ
  • મૌખિક ઇન્ટરવ્યૂ
  • મેડિકલ ટેસ્ટ

વયમર્યાદા:

ટાટા મોટર્સની ભરતી અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછાંમાં ઓછી 18 વર્ષ તેમજ વધુમાં વધુ 23 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યનું સ્થળ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કેમ્પસ નજીક આજી ડેમ, ભાવનગર રોડ, રાજકોટ – 360003 છે તેમજ ઇન્ટરવ્યૂની તારીખ – 19 સપ્ટેમ્બર 2024 (ગુરુવાર) ના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

મિત્રો, જયારે તમે ઇન્ટરવ્યૂ માટે જશો ત્યારે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ જવાના રહેશે.

  • પોતાના બાયોડેટા અથવા રીઝયુમ
  • ધોરણ 10 અથવા 12ની માર્કશીટ
  • આઈટીઆઈની તમામ માર્કશીટ
  • પોતાનું આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો નંગ- 2
  • પોતાનો પાનકાર્ડ (જો હોય તો)

હાલ ગુજરાતમાં ચાલતી આ ભારતીઓ વિષે પણ તમારે અવશ્ય માહિતી મેળવવી જોઈએ:

    અરજી કરવા માટે જરૂરી લિંક:

    જાહેરાત માટેઅહીં ક્લિક કરો
    આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
    GJ Job Alert પર જવા માટેઅહીં ક્લિક કરો

    નોંધ: અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી ઓફિશ્યિલ સોર્સથી જાણી લેવા વિનંતી. અમે સાર્વજનિક સ્ત્રોતથી માહિતી પ્રદાન કરી છે જેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

    2 thoughts on “Tata Motors Recruitment Gujarat: ટાટા મોટર્સની ગુજરાતમાં વિવિધ પદો પર 300+ ખાલી જગ્યાઓ માટે કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર”

    Leave a Comment